ભારતના બે અગ્રણી કૃષિ પ્રધાન સમાજો એવા ઉત્તર પ્રદેશના કૂર્મી પટેલ અને ગુજરાતના પાટીદારો વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે કૂર્મી સેનાના પ્રતિનિધિમંડળે સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન પોરબંદરમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ અંતર્ગત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મા ઉમા-ખોડલના મંદિરનું નિર્માણ કરાશે. આ ઉપરાંત બંને સમાજના યુવાનોને વેપાર, ઉદ્યોગ, રોજગાર અને નેટર્વકિંગની તકો આપવા માટે અત્યાધુનિક બિઝનેસ કોમ્યુનિકેશન સેન્ટર શરૂ કરાશે. આ બેઠકમાં ઉત્તર પ્રદેશથી આવેલ રામચંદ્ર પટેલ, ચંદ્રભાણસિંહ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ મૌર્ય, રામ શકલ મૌર્ય, હરિશચંદ્ર પટેલ અને ગુજરાત કૂર્મી સેનાના આગેવાન જિજ્ઞેશ કાલાવડીયા, કિશન વેકરિયા, નિલેશ વાછાણી, રમેશ ઘરસંડીયા, સંજય ખીરસરીયા, મયૂર પરસાણા, અર્જુન બરોચિયા, પોરબંદર કૂર્મી સેનાના પ્રમુખ ધીરુભાઈ કણસાગરા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરબંદર પાટીદાર સમાજના આગેવાનો ગોવિદભાઈ પોસિયા, પંકજ ઢોલરીયા, પ્રવીણભાઈ કાંટારિયા સહિત સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.