ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ૨૯ જુલાઈએ ગુજરાત સહિત દેશના ૧૫ જેટલા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ૬૦થી ૭૫ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં ગઈકાલે પણ ૨૦૦થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગે ૨૭ જુલાઈએ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા વાવ-થરાદ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સતત ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક વિસ્તારો જળબંબાકાર થયો છે. પૂરના પાણીમાં ડૂબેલા વિસ્તારો હજુ તો ઉગર્યા નથી ત્યાં વધુ એક આફત ત્રાટકવાની શક્્યતા છે.આગામી ૪૮ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યાંતા છે. અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અને સાથે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત પણ કરાયા છે. અંબાલાલે ખેડૂતોને ખેતરોમાં પાણીના નિકાલની અગાઉથી વ્યવસ્થા કરવાની અપીલ કરી છે. હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરત, નવસારી માટે યલો અલર્ટ છે.સારી વાત એ છે કે, ૨૮ અને ૨૯ તારીખે રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે ૩૦ જુલાઈ એ દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસાદની ઘટ હતી પરંતુ હવે મેઘરાજા જાણે મન મુકીને વરસી રહ્યા છે. અને જા આવો જ વરસાદ રહેશે તો મુશ્કેલીઓ વધી શકે છે.