સાવરકુંડલામાં પીર સરકાર સૈયદ ગુલામ અલી બાપુ કાદરી ફાતિમી અને પીર સૈયદ મોહમ્મદ દાદા બાપુ કાદરી ફાતિમીનો ઉર્સ મુબારક ગુરુવારે ઉજવવામાં આવ્યો હતા. આ નિમિત્તે સવારે જોહરની નમાજ સુધી કુરાન ખાની અને ફાતિયા ખાની બાપુસાહેબના મજાર ઉપર રાખવામાં આવી હતી. ત્યારબાદ શહેર તથા આવનાર મહેમાનો માટે નિયાજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. બપોર ઓરતોનો પ્રોગ્રામ એસએમજીકે સંકુલમાં રાખવામાં આવ્યો હતો. રાત્રે ઈશાની નમાઝ બાદ નાત શરીફ અને તકરીર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ સાથે શિક્ષણ ક્ષેત્રે ઊંચ ડીગ્રી પ્રાપ્ત કરનાર તેમજ ઓર્થોપેડિક સર્જન જેવી મેડિકલ ડીગ્રી પ્રાપ્ત કરનારને મહેમાનોના હસ્તે ગોલ્ડ મેડલ આપી નવાજવામાં આવ્યા હતા. ૨૦૨૬માં જે લોકોએ હજ મુબારકની સફર કરી હોય તેવા હાજી સાહેબનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.






































