બગસરા ખાતે નીમી એકાદશીના પાવન અવસરે જુના સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવેકસ્વરૂપ સ્વામી દ્વારા કથા અને સત્સંગ યોજાયા હતા. તેમણે નીમી એકાદશીના ધાર્મિક મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ચતુર્માસ દરમિયાન લેવામાં આવતા નિયમોનું પાલન દેવ દિવાળી સુધી કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો.








































