સાવરકુંડલા શહેરમાં શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમાન સ્વામિનારાયણ ગુરુકુળના સાયન્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ કેળવાય અને શારીરિક તંદુરસ્તી જળવાય તે હેતુથી રમતોત્સવ યોજાયો હતો. રમતોત્સવમાં ક્રિકેટ, દોડ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ ટીમો વચ્ચે રમાયેલી મેચોમાં વિદ્યાર્થીઓએ ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવના દર્શાવી હતી. કાર્યક્રમમાં ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી અક્ષરમુક્તદાસજી, નિયામક, આચાર્ય, શિક્ષકગણ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રમતગમતના મહત્વ અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. અંતે વિજેતા અને શ્રેષ્ઠ ખેલાડીઓને ટ્રોફી, મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.