ખાંભાના પચપચીયા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પિતા ખીજાતા સગીર
પુત્રી ઘર છોડીને ચાલી નીકળી હતી. આ અંગે જમનાબેન કેશુભાઇ ડાભી (ઉ.વ-૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમની સગીર દીકરીને તેના પપ્પા કેશુભાઇએ ડારો આપતા તે વાતનું માઠું લાગી આવતા તે પોતાની મેળે ઘરેથી કોઇપણ ચીજવસ્તુ લીધા વગર જતી રહી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી એમ જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.