ચલાલા ખાતે આવેલા ગાયત્રી સંસ્કાર ધામમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ દીપ પ્રગટાવીને પ્રધાનમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને તેમના દીર્ઘાયુષ્ય તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કાર ધામ સાથે જોડાયેલા સંતો, કાર્યકરો, આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની રહ્યું હતું.