૭૦મા અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત યોજાયેલી અન્ડર-૧૭ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં સાવરકુંડલાની કે. કે. હાઈસ્કૂલની ટીમે શાનદાર પ્રદર્શન કરીને રનર્સઅપનું સ્થાન હાંસલ કર્યું છે. વ્યાયામ શિક્ષક વિપુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ રમત દાખવીને શાળાના પાંચ પ્રતિભાશાળી ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, શાળા પરિવારે ખેલાડીઓ અને માર્ગદર્શક શિક્ષકને આભિનંદન પાઠવ્યા હતા.