બાબરામાં રહેતી એક પરિણીતાએ તેના પતિ અને સાસુ સહિત ચાર સાસરિયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે અનીશાબેન જાવીદભાઇ જોગીયા (ઉ.વ.૨૬)એ તેના પતિ જાવીદભાઇ અબ્દુલભાઇ જોગીયા, સાસુ ઝુબેદાબેન અબ્દુલભાઇ જોગીયા, જેઠ રીઝવાનભાઇ અબ્દુલભાઇ જોગીયા તથા જેઠાણી અનીશાબેન રીઝવાનભાઇ જોગીયા સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગ્ન બાદ પતિ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો આપતો હતો અને અન્ય આરોપીઓ તેની ચઢામણી કરતા હતા. પતિએ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ તમામ સાસરિયાઓએ નાની-નાની વાતોમાં મેણાં-ટોણાં મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. જી. સોલંકી આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































