ધારી શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મિલનપરી ગોસ્વામીની શહેર યુવા મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. નિમણૂક થતાં ભાજપના કાર્યકરો અને યુવા આગેવાનોમાં ખુશી જોવા મળી હતી. તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આગામી સમયમાં તેઓ યુવા મોરચાની વિવિધ
પ્રવૃત્તિઓને આગળ વધારવા તેમજ વધુ યુવાનોને સંગઠન સાથે જોડવા માટે કામગીરી કરશે.









































