બગસરાના હાલરિયા ગામેથી ગેસનો ચૂલો રિપેર કરાવવા જવાનું કહીને પરિણીતા બે સંતાનો સાથે ગુમ થઈ હતી. તમામની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં આખરે પોલીસને જાણ કરાઈ હતી.વિપુલભાઇ દેવરાજભાઇ રાઠોડ (ઉ.વ. ૩૪)એ જાહેર કર્યા મુજબ, તેમનાં પત્ની સેજલબેન (ઉ.વ.૩૦) તા. ૧૨/૦૯/૨૦૨૬ના રોજ બપોરના આશરે અઢી વાગ્યે પોતાના બંને બાળકોને સાથે લઈ ગેસનો ચૂલો રિપેર કરાવવા જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયાં હતાં. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.

































