સાવરકુંડલાના જીરા ગામે ઝેરી દવાવાળું ચીભડું ખાતા પરિણીતાનું સારવાર દરમિયાન મોત થયું હતું.બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના જીરણ ગામના અને હાલ જીરા ગામે વાડીએ રહેતા પુનાભાઈ રાજુભાઈ માવી (ઉ.વ.૨૨)એ પોલીસને જાહેર કર્યા મુજબ, તેમની પત્ની રાયુબેન (ઉ.વ.૧૯) ભૂલથી ઝેરી દવાવાળું ચીભડું ખાઈ જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. એમ. રાઠોડ આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે.