ખાંભાના લાસા અને તાતણીયાની શાળામાં ‘બાળ રંજન રંગારંગ સભા’ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપનિ સાહિત્ય પર્વના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વાર્તાકાર ધર્મેન્દ્રભાઈ કનાલાએ બાળગીતો, રસપ્રદ વાર્તાઓ અને ક્વિઝ સ્પર્ધા દ્વારા બાળકોનું મનોરંજન કરાવ્યું હતું. ‘ઇરિડિયસનો શ્રાપ’, ‘મધ લાગે મીઠું’, ‘એવી છે મારી મમ્મી’, ‘મોબાઈલની માથાકૂટ’ અને ‘કૌશલની બહાદુરી’ જેવી વાર્તાઓ રજૂ કરવામાં આવી હતી. રાણી લક્ષ્મીબાઈ, છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપની શૌર્યગાથાઓ પણ સંભળાવવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ ઉર્વશીબેન, ઇન્દ્રવદનભાઈ રાવળ અને હસુભાઈ વણપરીયાએ સહયોગ આપ્યો હતો. બંને ગામના લોકોએ કાર્યક્રમને બિરદાવ્યો હતો.





































