સુરત ખાતે દેવરાજીયા ગામની દીકરીઓ દ્વારા ‘સખી સ્નેહમિલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સૌ સાથે આત્મીય મુલાકાત કરી હતી અને વર્ષો બાદ મળેલી પોતાના ગામની દીકરીઓ સાથે વાતચીત કરી જૂની યાદોને વાગોળી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ ઉત્સાહ અને આનંદ સાથે એકબીજા સાથે લાગણીસભર પળો માણી હતી. મંત્રી કૌશિક વેકરીયાનું સખી મંડળ તેમજ દેવરાજીયા ગામના વતનીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આવા સ્નેહમિલન માત્ર કાર્યક્રમ પૂરતા મર્યાદિત નથી, પરંતુ પોતાના ગામ અને ગામના લોકો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવતી સુંદર કડી છે. દીકરીઓનો પ્રેમ, સ્નેહ અને આત્મીયતા હંમેશા યાદગાર રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.