પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને રાષ્ટ્ર સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ યાત્રા’ અંતર્ગત રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. વીરપુરના ગ્રામજનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હતો.સેવા અને સમર્પણની યાત્રા જનજન સુધી પહોંચે તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સૌ સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી.








































