જીઇટીસીઓમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારોએ અમદાવાદમાં વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોએ કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી આઉટર્સોસિંગ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવાની માંગ કરી હતી. ઉમેદવારોએ ૨૦૨૬ની ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા, વધુ જગ્યાઓ વધારવા અને આગામી અલોટમેન્ટની તારીખ જાહેર કરવાની માંગ કરી હતી.











































