અમરેલી પોલીસે SD Pay અને અપના પે એપ્લિકેશન મારફતે ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફેલાયેલા રૂ.૬૩૫ કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશાથી ઝડપી પાડ્‌યા છે. રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી લોકો પાસેથી નાણાં મેળવવાના આ કેસમાં અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. અમરેલી SP સંજય ખરાતની ટીમ આરોપીઓને શોધવા વિવિધ રાજ્યોમાં તપાસ કરી રહી હતી. દરમિયાન સાયબર ટીમને ધવલ પટેલ ઓડિશાના સંબલપુરમાં હોવાની માહિતી મળતાં પોલીસે કાર નંબર GJ-૦૬-RE-૧૯૮૯ સાથે બંનેને ઝડપી લીધા હતા. બંને આરોપીઓને આજે તા.૧૫ સપ્ટેમ્બરે વિમાનમાર્ગે અમરેલી સાયબર ક્રાઇમ ખાતે લાવી પૂછપરછ કરવામાં આવશે. અમરેલી પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત આરોપીને ફ્‌લાઈટમાં લાવવામાં આવ્યો છે.