જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે. ડુંગરપુરના ચાંદની ચોક વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન ઇકબાલ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પામોલીન તેલ, દૂધ બનાવવાના પાવડર અને પાણીનું મિશ્રણ કરીને બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. પ્રાથમિક તપાસ મુજબ આરોપી છેલ્લા ૪થી ૫ મહિનાથી આ રીતે નકલી દૂધ બનાવતો હોવાની માહિતી મળી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીના મકાનમાં દરરોજ આશરે ૮૦૦થી ૮૮૦ લીટર જેટલું બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. ત્યારબાદ આ બનાવટી દૂધને અસલ દૂધમાં મિક્સ કરીને વિવિધ ડેરીઓમાં વેચવામાં આવતું હોવાની માહિતી તપાસમાં સામે આવી છે.
આ બનાવટી દૂધ નાગલપુર અને નાંદરખી વિસ્તારમાં આવેલી પ્રાઇવેટ ડેરીઓમાં વેચવામાં આવતું હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી છે. જાકે, આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે આરોપીના મકાનમાંથી બનાવટી દૂધ સહિત અંદાજે રૂ. ૮૬ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા બનાવટી દૂધના નમૂનાઓ વધુ તપાસ માટે હ્લજીન્ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા પણ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન બનાવટી દૂધના નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ અને આ દૂધ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.