ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે. ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન પરથી વિજિલન્સ અને ભરૂચ રેલવે જીઆરપીની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટીમે ટ્રેન મારફતે લઈ જવાતો ટ્રોલી બેગ અને થેલાઓમાં ભરીને દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવતો હતો. ભરૂચમાં રેલવે મારફતે દારૂ સપ્લાય કરવાના પ્રયાસને વિજિલન્સ અને ભરૂચ રેલવે ય્ઇઁએ નિષ્ફળ બનાવ્યો છે.
ભરૂચ રેલવે સ્ટેશન પરથી વિજિલન્સ અને ભરૂચ રેલવે જીઆરપીની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેન મારફતે સપ્લાય કરવામાં આવતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી દારૂની પેટીઓ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી.દારૂનો જથ્થો ટ્રોલી બેગ, થેલા સહિતના સામાનમાં સંતાડી ટ્રેન મારફતે સપ્લાય કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. કાર્યવાહી દરમિયાન દારૂના જથ્થા સાથે સંકળાયેલા કેટલાક ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસે જપ્ત કરાયેલા દારૂના જથ્થાની ગણતરી સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્્યાંથી મોકલવામાં આવ્યો હતો, કોણે મોકલ્યો હતો અને ભરૂચમાં ક્યાં ક્યાં પહોંચાડવાનો હતો,
તે અંગે વિજિલન્સ અને જીઆરપી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે રેલવે માર્ગે દારૂની હેરાફેરી કરતા નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો દોર આગળ વધારવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે દારૂની હેરાફેરીનો પ્રયાસ ઝડપાતા હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ જ મોડસ ઓપરેન્ડીથી અગાઉ પણ દારૂનો જથ્થો ગુજરાતમાં પહોંચાડવામાં આવ્યો હતો કે કેમ.









































