યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શાનદાર કાર્યકાળને યાદ કર્યો. સીએમ યોગીએ કહ્યું કે જો આપણે પીએમ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ પર નજર કરીએ તો ૨૦૦૧ પહેલા ગુજરાત દેશના અન્ય રાજ્યોની જેમ એક સામાન્ય રાજ્ય હતું. પરંતુ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના સારા નિર્ણયોએ ગુજરાતની સ્થિતિ અને દિશા બદલી નાખી.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, એક એવા રાજ્યમાં જ્યાં ગંભીર દુષ્કાળ, પીવાના પાણીની કટોકટી, સિંચાઈની સમસ્યા, કનેકટીવિટીના મુદ્દાઓ અને અસંખ્ય પડકારોનો સામનો કરવો પડ્યો હતો, ત્યાં મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ પૂર્ણ કરીને દરેક ગામને પીવાનું પાણી પૂરું પાડ્યું.
મુખ્યમંત્રી યોગીએ વધુમાં કહ્યું કે, આજે, મુખ્યમંત્રી તરીકેના તેમના ૧૩ વર્ષના કાર્યકાળ દરમિયાન, તેમણે ગુજરાતને રાષ્ટÙ અને વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે, માત્ર એક કલ્યાણકારી રાજ્ય તરીકે જ નહીં, પરંતુ દેશની અંદર માળખાગત સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીના મોડેલ તરીકે પણ. અગાઉ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કેન્દ્રોના પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ૨૦૧૭ પહેલા, મોટાભાગના કેન્દ્રો જર્જરિત અને અવ્યવસ્થિત હતા, જ્યારે હવે ૭૦,૦૦૦ થી વધુ આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. સીએમ યોગીએ કહ્યું, “મને યાદ છે કે હું સાંસદ તરીકે એન્સેફાલીટીસ સામે લડી રહ્યો હતો. હું ઘણીવાર ભાવુક થઈ જતો હતો, જ્યારે હું નિર્દોષ બાળકોને મરતા જાતો હતો અને સરકારો તેમના માટે કંઈ કરી શકતી ન હતી. ૧૯૭૬-૭૭ થી પૂર્વી ઉત્તર પ્રદેશમાં હજારો બાળકોને ત્રાસ આપી રહેલા એન્સેફાલીટીસ સામેની લડાઈમાં, ભારતમાં રસી આવવામાં ૧૦૦ વર્ષ લાગ્યા. જાપાને ૧૯૦૫ માં રસી વિકસાવી હતી, અને તે ૨૦૦૫ માં ભારતમાં આવી હતી. આજે, ડબલ-એન્જીન સરકારે એન્સેફાલીટીસને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધું છે.”