ખાંભાના જામકા ગામે વીજશોકથી યુવકનું મોત થયું હતું. બનાવ અંગે લાલભાઈ રામભાઈ જોલાપરા (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, બધાભાઈ રામભાઈ જોલાપરા (ઉ.વ.૪૦)ને તેમની ખેતર(વાડી)માં કોઈપણ કારણોસર અક્સ્માતે ઈલેક્ટ્રિક શોક લાગવાથી મરણ પામ્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના એેએસઆઈ આર જે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.