સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાંથી પોલીસે ૪ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દર્શનભાઇ પરબતભાઇ સાથળા, વિશાલભાઇ કરશનભાઇ મકવાણા, રાજુભાઇ ધનજીભાઇ પરમાર તથા હિતેષભાઇ જગદીશભાઇ પરમાર જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂ. ૧૦,૧૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એલ. મકવાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































