અક્ષર ગ્રુપ દ્વારા દામનગરમા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી થઈ સંતોના હાથથી દીપ પ્રાગટ્ય કરવામા આવ્યુ ડા પ્રવીણભાઈ તોગડિયાએ રથયાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ સાંસદ ભરતભાઈ સુતરીયા પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ અને ધારાસભ્ય જનકભાઈ તળાવિયા જેવા નેતાઓ હાજર રહ્યા હતા પોપટપરાથી નીકળેલી રથયાત્રા સરદાર ચોક થઈને ઢીકૂડી ચોક પહોંચી ત્યાં મટુકી ફોડ ઉત્સવ યોજાયો નવસારી બેન્ડ અને રોશની આકર્ષણ બન્યા અક્ષર ગ્રુપના યુવાનોએ યુનિફોર્મ અને વોકી ટોકી સાથે આઈસકેન્ડી પ્રસાદ વહેંચ્યો. ડીવાયએસપી માનસેતાની દેખરેખ નીચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો. બોમ્બ સ્ક્વોડ અને બોડી કેમેરા પણ હતા. બધા અતિથિઓનુ સન્માન કરીને આ મહોત્સવ ખુબ સફળતાથી પુરો થયો હતો.









































