કોડીનારના મૂળદ્વારકા ગામે સીમા જાગરણ મંચ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ૨૦ ફૂટ ઊંચાઈની મટકી ફોડ સ્પર્ધા યોજાઈ હતી. ૨૪ ગામના ગોવિંદાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ચૌહાણની ખાણ ગામે માત્ર ૧૮ સેકન્ડમાં મટકી ફોડી પ્રથમ સ્થાન મેળવી રૂ.૫૧,૦૦૦નું ઇનામ જીત્યું હતું. જ્યારે દામલી ગામે ૨૦ સેકન્ડ સાથે દ્વિતીય (રૂ.૨૧,૦૦૦) અને મઠ ગામે ૨૦.૮૩ સેકન્ડ સાથે તૃતીય (રૂ.૧૧,૦૦૦) સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિજેતા ટીમોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.