ઉના તાલુકાના કંસારી ગામ નજીક ભૂતડાદાદાના મંદિર પાસે શનિવારે બપોરે વેગનઆર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બાઈક રોડની સાઈડના પાંચથી વધુ ફૂટ ઊંડા અકસ્મતમાં ભડિયાદર ગામના ૧૮ વર્ષીય કુલદીપ ભાણજીભાઈ સોલંકી અને ૧૮ વર્ષીય જીગર બટુકભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ બંને યુવાનો ભડિયાદરથી ઉના તરફ બાઇકમાં પેટ્રોલ ભરવા આવી રહ્યાં હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતા. જીગરનો મૃતદેહ રોડ પર હોવાથી પરિવારજનો ઘટનાસ્થળે પહોંચતાં સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું. અકસ્માત બાદ કારમાં સવાર લોકો કારને સ્થળ પર જ મૂકીને નીકળી ગયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.











































