અમરેલીમાં આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પીનારા વેપારીનું સારવારમાં મોત થયું હતું. આ અંગે જીજ્ઞેશભાઈ છગનભાઈ ઠુમ્મર (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, રવિન્દ્રભાઈ છગનભાઈ ઠુમ્મર (ઉ.વ.૪૪)એ ધંધામાં આર્થિક સંકડામણ તથા પૈસાની તકલીફના કારણે ઘઉમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા. જેના કારણે સારવાર અર્થે ખસેડાયા હતા. આ દરમિયાન મોત થયું હતું.











































