ધારીમાં જીવન મુક્તેશ્વર મહાદેવ મંદીર પાસે શેત્રુંજી નદીના કાંઠે આવેલી વાડીમાંથી ૫૦૦ ફૂટ કેબલની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે ધારીના નબાપરામાં રહેતા હાર્દીકભાઇ મનુભાઇ પટોળીયા (ઉ.વ.૪૧)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ખેતરમાં લગાવેલ દારનો કેબલ વાયર આશરે ૧૨૦ ફુટ, મગનભાઇ વલ્લભભાઇ પટોળીયાના ખેતરે લગાવેલ દારનો કેબલ વાયર આશરે ૮૦ ફુટ, દિલીપભાઇ મધુભાઇ રુડાણીના ખેતરે લગાવેલ દારનો કેબલ વાયર ૨૨૦ ફુટ, નિલેશભાઇ બાલુભાઇ રુડાણીના ખેતરે તપાસ કરતા ત્યાં પણ તેમના દારે પણ નાખેલ ૮૦ ફુટ કેબલ વાયર મળી કુલ આશરે ૫૦૦ ફુટ જેટલો કેબલ વાયરની ચોરી થઈ હતી. જેની કુલ કિં.રૂ.૪૨,૯૬૦ જાહેર થઈ હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે વાળા વધુ તપાસ કરી રહ્યા છે.







































