કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાતિ વસ્તી ગણતરી લાગુ કરવાની અને દલિતો, પછાત સમુદાયો અને લઘુમતીઓ માટે અનામત વધારીને ૭૫ ટકા કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે વસ્તીના આધારે સમાન તકો વિના સમાન સમાજનું નિર્માણ થઈ શકતું નથી. કર્ણાટક રાજ્ય પછાત વર્ગ ફેડરેશનના રજત જયંતિ સમારોહમાં બોલતા, સિદ્ધારમૈયાએ કહ્યું કે જાતિ સર્વેક્ષણ અહેવાલ લાગુ કરવો જાઈએ. તેમણે ભાર મૂક્્યો કે દરેક સમુદાયની વસ્તી અનુસાર અનામત આપવી જાઈએ.તેમણે કહ્યું કે જ્યારે દરેકને તેમની જાતિ અને વસ્તી અનુસાર અનામત મળશે ત્યારે જ સમાન સમાજનું નિર્માણ થશે. તેમણે એમ પણ કહ્યું કે રાજકીય સમાનતા પ્રાપ્ત કરવા માટે લોકસભા અને વિધાનસભામાં જાતિ અને વસ્તીના આધારે સમાન અનામત જરૂરી છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે મુખ્યમંત્રી તરીકેના તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા જાતિ સર્વેક્ષણનો અમલ થવો જાઈએ. તેમણે મધુસુદન નાઈકના નેતૃત્વ હેઠળના પછાત વર્ગ પંચના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પદ છોડતા પહેલા તેમણે આ અહેવાલ સ્વીકાર્યો હતો.
સિદ્ધારમૈયાએ કહ્યું કે હાલમાં, કોર્ટના આદેશને કારણે, આ અહેવાલને અમલમાં મૂકવાથી અથવા જાહેર કરવાથી અટકાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમણે ફેડરેશનના પ્રમુખ રામચંદ્રપ્પાને આ વાત જણાવી દીધી છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે સર્વેક્ષણ જરૂરી હતું કારણ કે પછાત સમુદાયોની વસ્તી અંગે કોઈ સચોટ ડેટા નહોતો. તેમણે યાદ કર્યું કે ૨૦૧૩ માં મુખ્યમંત્રી બન્યા પછી તેમણે સર્વેનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન રિપોર્ટ પૂર્ણ થયો ન હતો.
સિદ્ધારમૈયાએ કહ્યું કે જાતિ વ્યવસ્થા સામે સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રાખવો જાઈએ જ્યાં સુધી સમાનતા અને સમાન તકો પ્રાપ્ત ન થાય. તેમણે કહ્યું, “જ્યાં સુધી સમાજમાં જાતિ વ્યવસ્થા અસ્તિત્વમાં છે, જ્યાં સુધી સમાન સમાજનું નિર્માણ ન થાય અને જ્યાં સુધી દરેકને સમાન તકો ન મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવો જાઈએ.” ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ઐતિહાસિક રીતે, જાતિ વ્યવસ્થાએ સમાજના એક મોટા વર્ગને શિક્ષણ અને તકોથી વંચિત રાખ્યો છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમણે પોતે અનામતનો અભાવ અનુભવ્યો છે અને દાવો કર્યો છે કે શિક્ષણ અને રોજગારમાં અનામતથી પછાત સમુદાયો માટે તકોમાં વધારો થયો છે.









































