ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી માર્ગ અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર ડિવાઇડર સાથે અથડાયા પછી શ્રદ્ધાળુઓને લઈ જતી એક પિકઅપ ટ્રક પલટી ગઈ. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને લગભગ ૩૦ લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, આ દુઃખદ અકસ્માત ખેકરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બારાગાંવ કટ નજીક થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.અહેવાલો અનુસાર, વાહનમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ રાજસ્થાનથી બદાયૂં જિલ્લા જઈ રહ્યા હતા. પોલીસને ડાયલ-૧૧૨ દ્વારા રાત્રે લગભગ ૧૨ઃ૩૦ વાગ્યે અકસ્માતની માહિતી મળી. માહિતી મળતાં જ ખેકરા પોલીસ સ્ટેશન, ચાર પીઆરવી અને એક એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયું. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ ગઈ. અકસ્માત બાદ અફડાતફડીનો માહોલ સર્જાયો. પોલીસ અને સ્થાનિક રહેવાસીઓની મદદથી વાહનમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બચાવી લેવામાં આવ્યા.
ઘાયલોને તાત્કાલિક ખેકરા,સીએચસી બાગપત અને જિલ્લા હોÂસ્પટલ બાગપતમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. કેટલાક ગંભીર ઘાયલોની સ્થિતિને જાતાં, ડોકટરોએ તેમને સારી સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં રિફર કર્યા છે. અકસ્માતના સમાચાર મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે ટ્રાફિક વ્યવસ્થા કરી અને એક્સપ્રેસ વે પર ટ્રાફિક પુનઃસ્થાપિત કર્યો. મૃતકોની ઓળખ કરવા અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. અગાઉ, ઉત્તર પ્રદેશના સંભલમાં, ઓટો-ડમ્પર ટક્કરમાં બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, બાગપતમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ વાહને કાબુ ગુમાવ્યો અને ડિવાઈડર સાથે અથડાયું. પોલીસે મૃતકો અને ઘાયલોના પરિવારોને મદદ કરવા માટે સંપર્ક નંબર પણ જાહેર કર્યા છે. અકસ્માતમાં ઘાયલ અથવા મૃત્યુ પામેલા લોકો વિશે માહિતી મેળવવા માટે પરિવારના સભ્યો બાગપત પોલીસનો મોબાઈલ નંબર ૯૪૫૪૪૧૭૩૮૩ પર સંપર્ક કરી શકે છે.
બાગપતમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર યાત્રાળુઓને લઈ જતી બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા ૧૪ લોકોને મેરઠ મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા. મેડિકલ કોલેજના ચીફ મેડિકલ ઓફિસર અજિત ચૌધરીના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.









































