ધારીમાં ખોડિયાર માર્કેટ પાસેથી બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.આ અંગે પ્રતાપભાઈ ભાયાભાઈ વાળા (ઉ.વ. ૩૫)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે પોતાનું લાલ તથા વાદળી પટ્ટાવાળું હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂ. ૨૦,૦૦૦) નાના ભાઈની ઓફિસ પાસે પાર્ક કર્યું હતું. જ્યાંથી કોઈ અજાણ્યો ઇસમ આ બાઇકની ચોરી કરી નાસી છૂટ્યો હતો.









































