ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને રાઈઝોમેટ્રિક પાકોના વાવેતર માટે પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જોકે, યોજનાના અમલીકરણમાં રહેલી વ્યવહારુ મુશ્કેલીઓને કારણે ખેડૂતો લાભથી વંચિત રહી જાય તેવી સ્થિતિ હોવાનું આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે. અમરેલી લોકસભા ઈન્ચાર્જ કાંતિભાઈ સતાસીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને યોજનાના નિયમોમાં જરૂરી સુધારા કરવાની માંગ કરી છે. હાલમાં સહાય મેળવવા માટે નર્સરીનું અધિકૃત બિલ ફરજિયાત છે. પરંતુ હળદરનું પ્રમાણભૂત બિયારણ મર્યાદિત સ્થળોએ ઉપલબ્ધ હોવાથી અનેક ખેડૂતો અન્ય ખેડૂતો પાસેથી બિયારણ મેળવી વાવેતર કરે છે. આવા ખેડૂતોના વાઉચરને બિલના બદલે માન્ય રાખી યોજનાનો લાભ આપવા નિયમોમાં સાનુકૂળ ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે.








































