ખાંભાના ભાડ ગામે સીમ વિસ્તારમાં નગમાબેન ફારૂકભાઈ જાખરાની વાડી પાસે જુગાર રમતાં ૫ ઝડપાયા હતા. તેમની પાસેથી રૂ. ૫૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ભીખુભાઇ અલીભાઇ ચૌહાણ, હિમતભાઇ ભીખુભાઇ વેગડ, પ્રફુલભાઇ મનજીભાઇ સોલંકી, અશ્વિનભાઇ ભીખુભાઇ બોડા તથા સલીમભાઇ ઉર્ફે જારૂભાઇ ઉમરભાઇ ઝાંખરા જાહેરમા ગંજીપત્તાનાં પાના વડે તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૫૦,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ જનકભાઈ જીલુભાઈ હિમાસીયા વધુ તપાસ કરી રહ્યા છે.