અમરેલી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં ગંજીપત્તા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ તથા જુગાર સાહિત્ય મળી કુલ રૂપિયા ૫૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમની વિરુધ્ધ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.એલ.સી.બી. પી.આઈ. સી.પી.વાઘેલાની રાહબરી હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન પોલીસે (૧) ભીખુભાઇ અલીભાઇ ચૌહાણ (રહે. ખાંભા), (૨) હિંમતભાઇ ભીખુભાઇ વેગડ (રહે. ધારી), (૩) પ્રફુલભાઇ મનજીભાઇ સોલંકી (રહે. ખાંભા), (૪) અશ્વિનભાઇ ભીખુભાઈ બોડા (રહે. ધારી) અને (૫) સલીમભાઇ ઉર્ફે જારૂભાઇ ઉંમરભાઇ ઝાંખરા (રહે. બગોયા) ને ઝડપી પાડ્‌યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૫૦,૫૦૦/- તથા ગંજીપત્તાના ૫૨ પાના જપ્ત કર્યા છે.