૨૧ મી સદી જ્ઞાન,વિજ્ઞાન અને ટેકનોલોજીની છે.આજનું બાળ આવતીકાલનું ભવિષ્ય છે. વર્ગખંડની અસરકારકતા નિર્માણ કરવા માટે ટેકનોલોજીનો પ્રયોગ રોજબરોજ સંજીવની સમાન પુરવાર થઈ રહ્યો છે. ચોક એન્ડ ટોકનું પ્રત્યાયન વર્ગમાં જરૂરી છે. પરંતુ વિશ્વ ફલકનો નજારો બાળકોને પ્રત્યક્ષ રીતે ટેકનોલોજીના માધ્યમથી દ્રશ્ય અને શ્રાવ્યથી બતાવવો હોય તો ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે.વિશ્વના વિકસિત દેશો રોબોટ અને એઆઈ દ્વારા ઝડપથી આગળ વધી રહ્યા છે.તેવા સમયે આપણા રાષ્ટ્રે પણ ગુરુકુળ વ્યવસ્થાની સાથે અનુબંધ બાંધી તેમાં પગરવ કરવાની જરૂર છે. વિશ્વની વિવિધ પ્રણાલીને અનુસરવા માટે પ્રયાસ કરવો જ રહ્યો.શિક્ષણના વિવિધ ઉપકરણોને આધુનિકતા તરફ લઈ જવાનો સમય આવી ગયો છે. બાળકોને રસ, રુચિ અને આનંદ નિર્માણ થાય તેવી વર્ગ વ્યવસ્થા સ્થાપિત કરવામાં ટેકનોલોજીનો ઉપયોગી નિર્માણ થશે તેવું હું અંગત સમજુ છું.
શિક્ષણમાં ટેકનોલોજીએ ખરેખર મોટો બદલાવ લાવી દીધો છે. પહેલા જે માત્ર પુસ્તક અને બ્લેકબોર્ડ પૂરતું હતું, એ આજે આખી દુનિયા સાથે જોડાઈ ગયું છે.શિક્ષણમાં ટેકનોલોજીના મોટા ફાયદાઓ નીચે મુજબ છે.
૧. ગમે ત્યાંથી ભણવાની સુવિધા જેમ કે YouTube, DIKSHA, SWAYAM, Coursera s જેવા પ્લેટફોર્મથી ગામમાં બેઠા બેઠા પણ IIT ના પ્રોફેસરનું લેક્ચર સાંભળી શકાય છે. સમય અને સ્થળનું બંધન ખતમ. આ બધા ઓનલાઈન કોર્સ સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ હોવાથી ગમે તે સમયે આપણે શીખી શકીએ છીએ ઇન્ટરનેટની દુનિયામાં કરલો દુનિયા મુઠ્ઠીમાં જેવું છે.
૨. દરેક વિદ્યાર્થી માટે અલગ ગતિ, એક જ ક્લાસમાં બધા બાળકોની સમજવાની ગતિ અલગ હોય. ટેકનોલોજીથી વિડીયો પોઝ કરીને ફરી જોવો, ક્વિઝ આપવી, અને AI આધારિત એપ તમારી નબળાઈ પ્રમાણે પ્રેક્ટિસ આપે છે. આને Personalized Learning કહેવાય. સેર જીપીટીમાં તમારે જે પ્રશ્નોનો જવાબ જોઈતો હોય તે તરત જ મુદ્દાસર પ્રાપ્ત થાય છે.
૩. ભણવાનું યાદ રહે તેવું બને છે.માત્ર વાંચવા કરતા જોઈને અને કરીને શીખવાનું વધુ યાદ રહે. 3D એનિમેશનથી વિજ્ઞાનના પ્રયોગો, AR/VR થી ઇતિહાસના સ્થળોની મુલાકાત, ગેમ્સ અને ક્વિઝથી બાળકોને કંટાળો નથી આવતો.શિક્ષણમાં ટેકનોલોજીએ ખરેખર મોટો બદલાવ લાવી દીધો છે. પહેલા જે માત્ર પુસ્તક અને બ્લેકબોર્ડ પૂરતું હતું, એ આજે આખી દુનિયા સાથે જોડાઈ ગયું છે.આજે સ્માર્ટ બોર્ડની દુનિયામાં ઓનલાઇન વિવિધ વિષયો સારી રીતે પ્રેઝન્ટ કરી શકાય છે.
૪. શિક્ષકો માટે પણ મદદરૂપ હાજરી, પરીક્ષાના પેપર તપાસવા, રિઝલ્ટ બનાવવા જેવા કામોમાં સમય બચે છે. Google Classroom, MS Teams થી હોમવર્ક આપવું, ચેક કરવું બધું એક ક્લિકમાં શિક્ષકને ભણાવવા પર વધુ ધ્યાન આપવા મળે.
૫. ખર્ચ ઓછો, સંસાધન વધુ એક જ ટેબ્લેટમાં હજારો પુસ્તકો, લાઈબ્રેરી, લેબ આવી જાય. પુસ્તકો છપાવવાનો, લાવવા લઈ જવાનો ખર્ચ બચે. ઘણી સારી સામગ્રી મફતમાં મળે છે. ઇન્ટરનેટથી ડાઉનલોડ કરીને પુસ્તકો જે તે વિષયના વિડીયો જોઈ શકાય છે અને સમજી શકાય છે.
૬. સમાવેશી શિક્ષણ સાંભળવામાં તકલીફ હોય તો સબટાઈટલ, જોવામાં તકલીફ હોય તો Text-to-Speech, ઘરે બેઠા ભણવું હોય તો ઓનલાઈન ક્લાસ – ટેકનોલોજીએ શિક્ષણ બધા માટે સુલભ બનાવ્યું છે.
૭. ભવિષ્ય માટે તૈયારી આજના બાળકોને કોડિંગ, ડિજિટલ સ્કિલ, ઈન્ટરનેટ પર સાચી માહિતી શોધતા શીખવું એ પણ ભણતરનો ભાગ છે. આ સ્કિલ વગર આગળ નોકરી કે બિઝનેસમાં ટકવું મુશ્કેલ છે.
૮. વાલી અને શાળા વચ્ચે સીધો સંપર્ક એપ દ્વારા રોજનું હોમવર્ક, હાજરી, પ્રગતિનો રિપોર્ટ વાલીને તરત જ મળી જાય છે.
ટૂંકમાં કહીએ તો, ટેકનોલોજી ક્યારે શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં.પણ એક સારા શિક્ષકને વધુ સારો બનાવે છે. આજે અપડેટ થવાનો જમાનો છે. દરરોજ પંજાબી ખાવાથી કંટાળો આવી જાય છે તેમ બાળકોને કથન દ્વારા ભણાવો તો તેમને પણ કંટાળો આવી જાય છે. તેમને આનંદમાં રાખવા અને અભ્યાસમાં રસ, રુચિ કેળવાય તે સંદર્ભે ટેકનોલોજીનો શિક્ષણમાં પ્રયોગ અનિવાર્ય છે.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨









































