નેપાળના રાસુવા જિલ્લામાં અચાનક પૂર આવતા કૈલાશ માનસરોવર યાત્રા પર જઈ રહેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે. આ યાત્રાળુઓ ચીનના તિબેટ ક્ષેત્રમાં કૈલાશ માનસરોવરની યાત્રા કરવાની તૈયારી કરી રહ્યા હતા અને બુધવારે નેપાળ-ચીન સરહદ પાર કરવાના હતા. ૩૯૦ યાત્રાળુઓમાંથી ૯૩ નેપાળી છે, જ્યારે બાકીના મોટાભાગના ભારતીય છે. પૂરને કારણે રસુવાગઢી વિસ્તારમાં રસ્તાઓ અને અન્ય મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે.કાઠમંડુ પોસ્ટ અનુસાર, ટચ કૈલાશ ટ્રાવેલ્સ એન્ડ ટુર્સના મેનેજિંગ ડિરેક્ટર બાશુ કુમાર અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે ૩૯૦ યાત્રાળુઓ સરહદ પાર કરવાના હતા. બપોરે ૩ વાગ્યા સુધી, થોડા યાત્રાળુઓ સિવાય બધા સાથે સંપર્ક સ્થાપિત થયો ન હતો. વિવિધ ટ્રાવેલ એજન્સીઓના આ યાત્રાળુઓ રસુવાગઢી વિસ્તારમાં હાજર હતા. ટ્રેકિંગ એજન્સીઝ એસોસિએશન ઓફ નેપાળના પ્રમુખ સાગર પાંડેએ જણાવ્યું હતું કે યાત્રાળુઓનો સંપર્ક કરવા અને તેમની Âસ્થતિ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ યાત્રાળુઓમાં વિવિધ ટ્રાવેલ એજન્સીઓના ગ્રાહકોનો સમાવેશ થાય છે. તેમાં સમ્રાટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ૭૧, લીફ હોલિડેઝના ૫૫, કાઠમંડુ હોલિડેઝના ૧૭, કૈલાશ જર્નીના ૩૧, એક્સપ્લોર વેકેશનના સાત, ટ્રેકર્સ સોસાયટીના ૯૨, રિચા ટુર્સના ૧૨, ફિશટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ૨૭, હિમાલયન ગ્લેશિયરના ૬૨ અને આલ્પાઇન ઇકો ટ્રેકના ૧૬નો સમાવેશ થાય છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, આ બધા યાત્રાળુઓનો સંપર્ક કરવા માટે તેમની સ્થિતિ જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે.આકસ્મિક પૂરને કારણે અનેક વસાહતોને અસર થઈ. રસુવાગઢી વિસ્તારમાં રસ્તાઓ સહિત મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. આનાથી તિબેટના મુખ્ય સરહદી માર્ગ પર અવરજવર ખોરવાઈ ગઈ છે. બુધવારે યાત્રાળુઓ આ માર્ગ દ્વારા સરહદ પાર કરીને ચીન જવાના હતા, પરંતુ પૂરને કારણે તેમની યાત્રા ખોરવાઈ ગઈ છે અને સંપર્ક મુશ્કેલ બન્યો છે. ઉપલબ્ધ માહિતીમાં યાત્રાળુઓમાં કોઈ જાનહાનિની પુષ્ટિ થઈ નથી.અધિકારીઓનું કહેવું છે કે પૂરના પાણી તિબેટથી આવ્યા હોય તેવું લાગે છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈમુરે અને સ્યાબ્રુબેસીની સરહદી વસાહતોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ હજુ સુધી વિનાશની સંપૂર્ણ હદ અથવા પુષ્ટિ કરાયેલા જાનહાનિની ખાતરી કરી નથી, કારણ કે મૂલ્યાંકન ટીમો હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી માહિતી એકત્રિત કરી રહી છે. રાસુવા જિલ્લા પ્રશાસક નરેન્દ્ર પરિયારે રોઇટર્સને જણાવ્યું, “અમને ગામડાઓ અને માળખાગત પ્રોજેક્ટ સ્થળો ધોવાઈ જવાના અહેવાલો મળ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે જાન અને સંપત્તિનું ભારે નુકસાન થઈ શકે છે. પરંતુ હું હમણાં ખાતરીપૂર્વક કંઈ કહી શકતો નથી.









































