ઉના તાલુકાના નાંદરખ ગામની સીમમાં વહેલી સવારે વાડી વિસ્તારમાં એક યુવાન પર સિંહે હુમલો કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાડીમાં રહેતા અજયસિંહ ગોહિલ રાત્રે મકાનની ઓસરીમાં સૂતા હતા ત્યારે વહેલી સવારે એક સિંહ ત્યાં આવી પહોંચ્યો હતો. સિંહે અજયસિંહ પર હુમલો કરતાં તેમના પગમાં નખ વાગવાથી ઈજા પહોંચી હતી. અજયસિંહે બૂમાબૂમ કરતાં સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વાડી વિસ્તારોમાં સિંહોની સતત અવરજવરને કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. દરમિયાન, ઉના તાલુકાના ખાપટ ગામની સીમમાંથી દીપડીનો
મૃતદેહ મળી આવતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઇર્હ્લં કુલદીપ ચૌહાણના જણાવ્યા મુજબ, મૃત દીપડીની ઉંમર આશરે ૧૨થી ૧૪ વર્ષની હતી. પ્રાથમિક તપાસમાં અન્ય વન્યપ્રાણી સાથેની લડાઈમાં તેનું મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે.










































