કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૭ ઓગસ્ટે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા-હેતની હવેલી ખાતે તળાવના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. તેમની ઢ+ ઝ્રઇઁહ્લ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. તે મુજબ ફુલીબા ક્રિકેટ સ્ટેડિયમ હેલીપેડ, સભા સ્થળ, હેતની હવેલી, બાનું ઘર તથા ગુજરાત ગૌરવ સરોવર આસપાસના બે કિલોમીટર વિસ્તારમાં પરવાનગી વિના ફ્લાઈટ, હેલિકોપ્ટર, ડ્રોન અને ટ્રેઈની પ્લેનના ઉડ્ડયન-ઉતરાણ પર પ્રતિબંધ રહેશે. નિયમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કાર્યવાહી થશે.









































