સાવરકુંડલાના શેલણા ગામે ફોરેસ્ટ પ્લાન્ટેશનમાંથી ઈલેક્ટ્રિક કેબલની ચોરી થતાં વનપાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજેન્દ્રભાઇ મંગળુભાઇ ખુમાણ (ઉ.વ.૩૮)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, શેલણા ગામે તેમણે વૃક્ષોનું વાવેતર (ફોરેસ્ટનુ પ્લાન્ટેશન) કર્યું હતું. તે જગ્યાએથી ઇલેક્ટ્રીક કેબલ આશરે ૧૨૨ મીટર જેટલો જેની કિ.રૂ.૨૫,૦૦૦ના મુદ્દામાલની કોઇ અજાણ્યો ચોર ઇસમે ચોરી કરી લઇ ગયો હતો. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે.કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.