લાઠીના ભીંગરાડ ગામે આવેલા એક સોલર પ્લાન્ટમાં યુવકને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી અપાતાં ખડ બાળવાની ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે ઈકબાલભાઈ ઉંમરભાઈ પઠાણ (ઉ.વ.૩૯)એ શેખ પીપરીયા ગામના મહેશભાઈ પ્રવિણભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેમની પત્નીને આરોપી અવારનવાર ફોન કરી માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા. તેમજ તેમના પરિવારના સભ્યોને ખોટા કેસમાં ફિટ કરી દેવાની તથા મારી નાખવાની ધમકી આપતા તેમણે ખડ (ઘાસ) બાળવાની ઝેરી દવા પી લેતાં સારવાર માટે દાખલ કરાયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડિયા વધુ તપાસ કરી રહ્યા છે.