અમરેલી જિલ્લા વન વિભાગ દ્વારા કરીયાણા ગામે ૭૭મા વન મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન માટે ખાસ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ અગ્રણીઓએ ગામલોકોને વધુને વધુ ઝાડ વાવવાની અપીલ કરી હતી. કરીયાણાના ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર ઉજવણી દરમિયાન વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોનો નારો ગુંજી ઉઠ્યો હતો. સ્થાનિક આગેવાનો અને અધિકારીઓની હાજરીમાં કુદરતનું રક્ષણ કરવાનો અને આવનારી પેઢી માટે હરિયાળું વાતાવરણ નિર્માણ કરવાનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ મહોત્સવથી ગામમાં હરિયાળી ક્રાંતિ માટે નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.










































