અમરેલી ડિવિઝનના સુપ્રિટેન્ડન્ટ આર.આર. વીરડાના નિર્દેશન હેઠળ લીલીયા મોટા પોસ્ટ ઓફિસ ખાતે ‘ડાક ચોપાલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન પી.બી. ધંધુકિયા અને જી.એમ. ચૌહાણ દ્વારા ગ્રામજનોને પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ તથા વીમા સેવાઓ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લીલીયા પોસ્ટ ઓફિસથી વ્યાજબી દરે વિદેશ પાર્સલ મોકલવાની સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરાયો હતો. શ્રાવણ માસ નિમિત્તે ઉપલબ્ધ ગંગાજળ અને રાખડીના સ્પેશિયલ કવર અંગે પણ લોકોને જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપીને ઉત્સાહપૂર્વક સારો પ્રતિસાદ આપ્યો હતો.










































