રાજુલાના ચાંચ બંદર વાડી વિસ્તારમાં પારિવારિક ઝઘડાના મનદુઃખમાં યુવક પર હુમલો કરાયો હતો. પતિ-પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે વનરાજભાઈ પાલાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦)એ અરવિંદભાઈ પાલાભાઈ ચૌહાણ તથા મમતાબેન અરવિંદભાઈ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને તથા આરોપીને અગાઉ પારિવારિક ઝઘડો થયો હતો. જેનું મનદુઃખ રાખી તેઓ તેના પરિવાર સાથે ઘરે હતા તે દરમિયાન આરોપી હાથમાં લાકડાનો ધોકો લઈને આવ્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો દીધી હતી. ઉપરાંત ધોકાનો ઘા મારીને મૂંઢ ઈજા કરી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. ડી. લાધવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.











































