ગીર સોમનાથ જિલ્લા પોલીસે જુગાર વિરોધી કાર્યવાહી હેઠળ ગીરગઢડા અને વેરાવળમાં બે જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ ૧૭ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રૂ.૧.૯૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને ગીર ગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામના મફતપુરા વિસ્તારમાં કરણવાડી નજીક જાહેર જગ્યાએ જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે ત્યાં દરોડા પાડીને નવ ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત, એલસીબીની ટીમને મળેલી સંયુક્ત બાતમીના આધારે વેરાવળ શહેરના હુડકો સોસાયટી વિસ્તારમાં ખોડિયાર મંદિરની બાજુમાં આવેલી જાહેર જગ્યાએ પણ જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં આઠ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને સ્થળોએથી પોલીસે કુલ રૂ.૧,૯૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં રૂ.૧,૬૫,૩૦૦ રોકડ, આઠ મોબાઇલ ફોન (અંદાજિત કિંમત રૂ.૩૬,૦૦૦), ચાર મોટરસાયકલ (અંદાજિત કિંમત રૂ.૪૫,૦૦૦) અને જગારનું સાહિત્યનો સમાવેશ થાય છે. ઝડપાયેલા કુલ ૧૭ ઇસમો સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.









































