ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કોચની શોધ ચાલુ છે. ૧૮ સીઝન પછી સ્ટીફન ફ્લેમિંગથી અલગ થયા પછી, હવે એવા કોચની શોધમાં છે જે તેની યુવા ટીમને છઠ્ઠા આઇપીએલ ટાઇટલ સુધી પહોંચાડી શકે. તાજેતરમાં, કોચિંગ ભૂમિકા માટે ઘણા નામો સામે આવ્યા છે, જેમાં ઇયોન મોર્ગનનું નામ રેસમાં આગળ છે. જાકે, ભારતના ભૂતપૂર્વ ઓપનર કે. શ્રીકાંત મોર્ગનને સીએસકે કોચ તરીકે ઇચ્છતા નથી. શ્રીકાંત પણ સીએસકે કોચ તરીકે બ્રેન્ડન મેકકુલમને ઇચ્છતા નથી. તેમણે મુખ્ય કોચ માટે નવું નામ સૂચવ્યું છે. ક્રિકેટર શ્રીકાંતે જે ક્રિકેટરનું નામ આપ્યું છે તે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બેટ્‌સમેન છે.
ખરેખર, મોર્ગનનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું છે. રવિચંદ્રન અશ્વિને પણ મોર્ગનને અગ્રણી ખેલાડી ગણાવ્યા હતા. શ્રીકાંતે, જે અગાઉ સીએસકે મેનેજમેન્ટનો ભાગ હતા, તેમણે મોર્ગનને મુખ્ય કોચ તરીકે નકારી કાઢ્યો હતો. પોતાની યુટ્યુબ ચેનલ પર, શ્રીકાંતે કહ્યું, “હું મોર્ગનને પસંદ નહીં કરું, એ ચોક્કસ છે.” તે એક સારો ખેલાડી રહ્યો છે અને તેણે ઇંગ્લેન્ડનું શાનદાર નેતૃત્વ કર્યું છે. પરંતુ હું તેને કોચ તરીકે પણ નહીં માનું. તે દ્ભદ્ભઇ માટે કેપ્ટન રહ્યો છે પણ તેણે બહુ કંઈ કર્યું નથી. જા તે કોમેન્ટ્રી પર વળગી રહે તો સારું રહેશે.’
શ્રીકાંતે કહ્યું, “હું બ્રેન્ડન મેક્કુલમ વિશે પણ એવું જ કહીશ. જા સીએસકે મેક્કુલમને મુખ્ય કોચ તરીકે નિયુક્ત ન કરે તો સારું રહેશે. સીએસકેએ મેક્કુલમ અને મોર્ગન બંનેને ના પાડવી જાઈએ.” મોર્ગનને આઇપીએલમાં કોચિંગનો કોઈ અનુભવ નથી. બીજી તરફ, મેક્કુલમ ૨૦૨૦ થી ૨૦૨૨ સુધી કેકેઆરના કોચ રહ્યા છે. ૨૦૨૧ માં, મોર્ગનની કેપ્ટનશીપ અને મેક્કુલમના કોચિંગ હેઠળ, કેકેઆર ફાઇનલમાં પહોંચ્યું, જ્યાં તેઓ સીએસકે દ્વારા હારી ગયા. તાજેતરમાં, અÂશ્વને કહ્યું કે તેમનું માનવું છે કે મોર્ગન સીએસકેના કોચ તરીકે આવી રહ્યા છે. તેમના નામની વ્યાપક ચર્ચા થઈ રહી છે. અÂશ્વને કહ્યું કે સીએસકે અને મોર્ગન વચ્ચે ચર્ચા ચાલી રહી છે.જાકે, શ્રીકાંત સૂચવે છે કે સીએસકેએ માઈકલ હસીને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાનું વિચારવું જાઈએ. હસ્સી સીએસકેના વર્તમાન બેટિંગ કોચ છે. તેમણે કહ્યું,સીએસકેને બહારના કોચની જરૂર નથી. તેમની પાસે પહેલાથી જ મિસ્ટર ક્રિકેટ છે. માઈકલ હસીને આપમેળે મુખ્ય કોચ બનાવવો જાઈએ. તે શ્રેષ્ઠ વિકલ્પ છે.” આગળ જતાં મહેન્દ્ર સિંહ ધોની સીએસકેમાં શું ભૂમિકા ભજવશે તે પણ વિચારવા યોગ્ય છે. પહેલા આ નક્કી કરવું જાઈએ. પછી જ બધું સ્પષ્ટ થશે.