રાજુલા શહેરમાં જાયન્ટસ પરિવાર દ્વારા ૧૫ ઓગસ્ટના રોજ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી હતી. પ્રોજેક્ટ ચેરમેન ઈનાયતભાઈ લક્ષ્મીધરની નિશ્રામાં અને બિપીનભાઈ લહેરીના માર્ગદર્શન હેઠળ પ્રમુખ શશિભાઈ રાજ્યગુરુએ વૃક્ષારોપણ કર્યું હતું. જે.એ. સંઘવી હાઈસ્કૂલના પટાંગણમાં ધ્વજવંદન બાદ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલના પટાંગણમાં સુપ્રીટેન્ડેન્ટ કમલેશભાઈ જોષીના અધ્યક્ષસ્થાને
વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમમાં સરપંચ મુકેશભાઈ સરવૈયા, મહામંત્રી પ્રવિણભાઈ જાની સહિત જાયન્ટસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.






































