કુંકાવાવ તાલુકાના અરજણસુખ પ્રાથમિક શાળામાં સરપંચ કાળુભાઈ મોવલીયાના હસ્તે ધ્વજને સલામી આપવામાં આવી હતી. સ્વાતંત્ર્યપર્વના ઉજવેલ આ પ્રસંગે તોરી આઝાદ યુવક મંડળના પ્રમુખ વિનુભાઈ કોટડીયા, અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નિવૃત મેનેજર હિંમતભાઈ વેકરીયા, તોરી આદર્શ માધ્યમિક શાળાના નિવૃત આચાર્ય બાલુભાઈ હિરપરા હાજર રહ્યાં હતા. અરજણસુખ ગામે સેવાકિય કામગીરી કરતા ભનુભાઈ વનમાળીને શાલ ઓઢાડી કીટ આપી સન્માનિત કરાયા હતા. આ તકે, વશરામભાઈ, શૈલેષભાઈ મોવલીયા, ભીખાભાઈ, નિલેશભાઈ દેવમુરારી, ધીરૂભાઈ રાવળદેવ, કૈલાશબેન જાગાણી સહિતના જાડાયા હતા. ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.







































