વડિયા પોલીસના ચોપડે હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલા સુનિલ ધરમશી કોળીને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, તાજેતરમાં જામીન પર છૂટ્યા બાદ સુનિલ પ્રપ્તાણી કુહાડી સહિતના હથિયારો સાથે વિસ્તારમાં આંટાફેરા મારતો હોવાની તેમજ વેપારીઓને દબાવવાનો પ્રયાસ કરતો હોવાની લેખિત અને મૌખિક ફરિયાદો મળી હતી. ફરિયાદોને ગંભીરતાથી લઈ વડિયા પોલીસે કાર્યવાહી કરી હતી. પી.આઈ. પી.ડી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે હિસ્ટ્રીશીટરને ઝડપી તેની સામે કડક કાર્યવાહી હાથ ધરતા ગ્રામજનો અને વેપારીઓમાં આનંદની લાગણી જન્મી હતી.









































