અમરેલીમાં રહેતા મંજુલાબેન બાબુગીરી ગોસાઈ (ઉ.વ.૭૪)એ સુખદેવગીરી, બીપીનગીરી તથા કવિતાબેન સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ સુખનાથ મંદિરે દર્શન કરવા જાય તે બાબત તેમના દિયર સુખદેવગીરી તથા બીપીનગીરીને સારી નહોતી લાગતી. તેઓ મંદિરે હતા ત્યારે સુખદેવગીરીએ તેમની થાળીમાંથી ૨૦ રૂપિયા તથા સિક્કા લઈ લીધા હતા. જેથી તેમણે કહ્યું કે, “થાળીમાંથી કેમ પૈસા લીધા?” ત્યારે દિયર સુખદેવગીરીએ ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી હતી. તમામ આરોપીઓએ શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમયે તેમનો દીકરો વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. સુખદેવગીરીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ પરથી આરોપો અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.