સાવરકુંડલા શહેરના વિકાસ માટે સતત સેવાભાવી કામગીરી અને નેતૃત્વ બદલ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન અતુલભાઈ કાપડિયાનું લેઉવા હાલારી કણબી પટેલ જ્ઞાતિ વાડી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ તરીકે તેમની સતત સેવા, વિકાસલક્ષી કામગીરી અને સમાજ પ્રત્યેના યોગદાનને બિરદાવી તેમને ‘પટેલ સમાજનું ગૌરવ’ તરીકે સન્માનપત્ર અર્પણ કરાયું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખ, આગેવાનો અને ટ્રસ્ટીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.