સાવરકુંડલાની એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. દેશભક્તિની ભાવના અને વક્તૃત્વ કૌશલ્ય વિકસે તે હેતુથી યોજાયેલી સ્પર્ધામાં વિવિધ રાષ્ટ્રપ્રેમી વિષયો પર વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. ધોરણ-૧૨ની વિદ્યાર્થિની મકવાણા કિંજલ રમેશભાઈએ ‘મારો તિરંગો મારું અભિમાન’ વિષય પર વક્તવ્ય આપી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આચાર્યા ઉષાબેન બી. તેરૈયાએ રાષ્ટ્રીય મૂલ્યો અને શિસ્ત અપનાવવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.